સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલનમાં 16 વર્ષની ક્લાઇમેટ અક્ટિવિસ્ટ ગ્રેટા થન્બર્ગે વૈશ્વિક નેતોઓને ખુલ્લી ચેતવણી આપતા કહ્યુ કે, જો જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં વિશ્વના નેતાઓ નિષ્ફળ રહેશે તો યુવા પેઢી તેમને ક્યારેય માફ નહીં કરે ગ્રેટાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, મારે આ સમયે સ્કૂલમાં હોવું જોઇતુ હતું, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને કારણે તે આ મંચ પર ઉભી છે
પોતાના ભાવુક ભાષણમાં ગ્રેટાએ કહ્યું કે, તમારા બેઅસર શબ્દોએ મારૂ બાળપણ અને મારા સપના છીનવી લીધા લોકો મરી રહ્યા છે પર્યાવરણ નષ્ટ થઇ રહ્યુ છે આપણે સામુહિક વિનાશના આરે આવી ગયા છીએ અને તમે બધા ધન કમાવા અને આર્થિક વિકાસની વાત કરી રહ્યા છો તમારી આવું કરવાની હિંમત કેવી રીતે થઇ?